કિચની પ્રોડક્ટસ બની આકર્ષણનું કેન્દ્ર : આર્કિટેક્ચરલ હાર્ડવેર, ફર્નિચર ફિટિંગ્સ, ગ્લાસ ફિટિંગ્સ, બાથરૂમ એસેસરીઝ, રેલિંગ સીસ્ટમ, ડિજિટલ સોલ્યુશન પ્રોડક્ટનું કલેક્શન ડિસ્પ્લેમાં મુકાયું : કંપની હાલ 43 દેશોમાં કરી રહી છે વેપારનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં કિચની આર્કિટેકચરલ હાર્ડવેર પ્રોડક્ટસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સ્ટોલમાં મોટી સંખ્યામાં વિઝિટર્સ જોવા મળી રહ્યા છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે અંતિમ દિવસ છે. તા.13ના રોજ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ એક્સપોમાં રાજકોટના વાવડી પાસે કાર્યરત કિચ આર્કિટેકચરલ પ્રોડક્ટ પ્રા.લી.નો સ્ટોલ મુકવામાં આવ્યો છે. જેમાં તેઓની આર્કિટેક્ચરલ હાર્ડવેર, ફર્નિચર ફિટિંગ્સ, ગ્લાસ ફિટિંગ્સ, બાથરૂમ એસેસરીઝ, રેલિંગ સીસ્ટમ, ડિજિટલ સોલ્યુશન પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ અંગે કિચ આર્કિટેકચરલ પ્રોડક્ટ પ્રા.લી.ના માર્કેટિંગ અને બ્રાન્ડિંગ મેનેજર જગદીશ ઢેરાએ જણાવ્યું કે કિચ ગ્રુપ હાલ 43થી વધુ દેશોમાં વેપાર કરી રહ્યું છે. આ એક્સપોમાં તેઓને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. વાયબ્રન્ટ બિલ્ડકોનની પ્રથમ એડિશનમાં જ અપેક્ષા કરતા વધુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ફોરેન બાયર્સ આવ્યા છે. ડોમેસ્ટિક વિઝિટર્સ પણ બહોળી સંખ્યામાં આવ્યા છે. સામાન્ય રીતે ચારથી પાંચ એક્સપો કર્યા બાદની એડિશનમાં બાયર્સને વિશ્વાસ આવે પછી આટલુ ક્રાઉડ થતું હોય છે પણ એક્સપોના આયોજકોએ જે કમિટમેન્ટ આપ્યું, તે પ્રમાણે જ બાયર્સ આવી રહ્યા છે. એક્સપોથી ગ્લોબલ પ્લેટફોર્મ તો મળે જ છે પણ અમારા દિલ્હી, યુપી, રાજસ્થાન જેવા જે નજીકના ડીલરો છે તેને અમે સ્ટોલ ઉપર બોલાવી રહ્યા છીએ જેનાથી વ્યાપારી સંબંધો ગાઢ બને.