મોરબી : શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી ખાતે તારીખ 19 અને 20 એપ્રિલના રોજ કેન્સર નિદાન કેમ્પ યોજાશે.મોરબીના નવાડેલા રોડ પર આવેલા ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3 ખાતે યોજાનાર 192મા કેન્સર નિદાન કેમ્પના દાતા રેણુબેન કિશોરભાઈ શેઠ-મુંબઈ છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી 19 એપ્રિલે સાંજે 4 થી 7 અને 20 એપ્રિલના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી વિનામૂલ્યે તપાસીને માર્ગદર્શન આપશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરાના મો.નં. 9537099219 પર અગાઉથી નામ નોંધાવી દેવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહ દ્વારા જણાવાયું છે.