મોરબી : મોરબી મિત્ર મંડળ દ્વારા તારીખ 18 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી પાંચ દિવસ મોરબીના શનાળા રોડ પર ડો. બી.કે. લહેરૂના દવાખાના ઉપર સવારે 11 થી 12 વાગ્યા સુધી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા સર્વે લોકોને મોરબી મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.