ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન નામની ફેક્ટરીમા કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાહુલ રમેશભાઈ રાજપર ઉ.27 નામનો યુવક લેબર કવાટર્સના ત્રીજા માળેથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.