મોરબીમાં વર્ષ 2018થી કાર્યરત ઓસ્પાના ગ્રુપ આ પ્રોડક્ટમાં વર્લ્ડવાઇડ પેટન્ટ ધરાવે છે, આ ઈનોવેટિવ પ્રોડક્ટ 12 જેટલા દેશોમાં મચાવી રહી છે ધૂમ : એક્સપો થકી નવા 4થી 5 દેશોમાં વેપાર વધવાની આશાનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં મોરબીના એસ્પાના ગ્રુપ દ્વારા વિશ્વમાં એકમાત્ર થર્મોપ્લાસ્ટીકથી બનતી બાથરૂમ વેનીટીના 'એનિક્સ' કલેક્શનનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. હાલ તેઓની આ ઈનોવેટિવ પ્રોડક્ટ એક્સપોમાં છવાઈ ગઈ છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર કાર્યરત ઓસ્પાના ગ્રુપનો સ્ટોલ છે. આ ગ્રુપ દ્વારા વર્ષ 2018થી થર્મોપ્લાસ્ટિકમાંથી બાથરૂમ વેનિટી બનાવવામાં આવે છે. આ ગ્રુપ વર્લ્ડવાઇડ પેટન્ટ પણ ધરાવે છે. જેથી થર્મોપ્લાસ્ટિકમાંથી બાથરૂમ વેનિટી બનાવતું વિશ્વમાં એકમાત્ર આ ગ્રુપ છે. હાલ આ ગ્રુપ 12 જેટલા દેશોમાં વેપાર કરી રહ્યું છે. આ એક્સપોમાં ત્રણ દિવસથી તેઓના સ્ટોલમાં વિઝિટર્સનો સતત ધસારો જોવા મળી રહ્યો છે.ઓસ્પાના ગ્રુપના મેનેજીંગ ડિરેકટર મયુરભાઈ પટેલે જણાવ્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં એસ્પાના ગ્રુપ દ્વારા તેમની પ્રીમિયમ એનિક્સ સિરિઝને લોન્ચ કરી છે. જેમાં ડોર, ડ્રોઅર, ફ્લોર માઉન્ટ, વોલ માઉન્ટ સહિતની વેરાયટી છે. આમાં પણ બેઝિન અને મીરરમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. ગ્રુપ હાલ 30 જેટલી ડિઝાઇન અને 9 જેટલા મોડેલ બનાવી રહ્યું છે. એક્સપો વિશે તેઓએ જણાવ્યું કે આ એક્સપોમાં તેઓને અપેક્ષા કરતા પણ વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ઈન્ટરનેશન અને ડોમેસ્ટિક બાયર્સે તેમના સ્ટોલની મુલાકાત લીધી છે. આ એક્સપો થકી તેઓનો વેપાર નવા 4થી 5 દેશોમાં ફેલાઈ તેવુ લાગી રહ્યું છે.થર્મોપ્લાસ્ટિક બાથરૂમ વેનિટીનું શુ છે ખાસિયત?ઓસ્પાના ગ્રુપના મેનેજીંગ ડિરેકટર મયુરભાઈ પટેલે જણાવ્યા મુજબ સામાન્ય રીતે બાથરૂમ વેનિટી લાકડા, એલ્યુમિનિયમ અને પીવીસીની બનતી હોય છે. પણ તેઓ થર્મોપ્લાસ્ટિકથી બાથરૂમ વેનિટી બનાવે છે. જેથી તે અનબ્રેકેબલ, વોટરપ્રુફ અને સ્કેચપૃફ છે. આમાં હાર્ડવેરમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડનું મિટિરિયલ જ યુઝ કરવામાં આવે છે.