ટંકારા : અગામી તારીખ 23 એપ્રિલ ને બુધવારના રોજ ટંકારા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. 23 એપ્રિલના રોજ સવારે 11:30 કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સ્વાગત કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો લાભ લે તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.