આ સિરામિક કંપની ડબલ ચાર્જમાં એવી ત્રણ સાઈઝ બનાવે છે જે સમગ્ર ભારતમાં બીજે ક્યાંય નથી બનતી : ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બાયર્સનો સારો રિસ્પોન્સ મળ્યોનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં SEGA ગ્રેનિટો LLPની ડબલ ચાર્જ ટાઇલ્સનું અદ્ભૂત કલેક્શન વિઝિટર્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં SEGA ગ્રેનિટો LLPનો સ્ટોલ પણ આવેલો છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર દીપેશ પટેલ તેમજ ડિરેક્ટર્સ તુષારભાઈ વિડજા, ખુશાલભાઈ ઘોડાસરા, ભાર્ગવભાઈ ગાંભવા સહિતના દ્વારા સ્ટોલમાં આવતા દરેક વિઝિટર્સને તેઓની ઈનોવેટિવ ટાઇલ્સ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. કંપની દ્વારા ડબલ ચાર્જ ટાઇલ્સ 5 સાઈઝમાં બનાવવામાં આવે છે. જેમાં 800×1600 અને 1000×1000 તેમજ 1200×1800 સાઈઝ સમગ્ર ભારતમાં SEGA સિવાય કોઈ બનાવતું નથી. આ ઉપરાંત કંપની દ્વારા ફુલબોડીમાં 600×1200 સાઈઝ પણ બનાવવામાં આવે છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ડીરેક્ટર્સે જણાવ્યું કે વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફોરેન અને ડોમેસ્ટિક વિઝિટર્સ ટાઇલ્સની ઇન્કવાયરી માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વધુમાં આ એક્સપો એક ગ્લોબલ પ્લેટફોર્મ છે. આવા એક્સપો થકી ઇન્ટરનેશનલ બાયર્સ સાથે કનેકટ થવાની તક મળે છે. ઉપરાંત કંપનીનું બ્રન્ડિંગ પણ થાય છે.