જીવીટીમાં પંચ, ગ્રેન્યુલા અને હાઈ ગ્લોસ સહિતની ઇફેક્ટવાળી ટાઇલ્સે વિઝિટર્સના મન મોહ્યા : ક્વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્ટ એવી આ ટાઇલ્સ વિશે મોટી સંખ્યામાં વિઝિટર્સે નોંધ લીધી નવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં મોરબીના રામેષ્ટ સિરામિકની જીવીટી અને ડબલ ચાર્જ ટાઇલ્સે ધૂમ મચાવી છે. સતત ત્રીજા દિવસે વિઝિટર્સ અહીંની ક્વોલિટીવાળી ટાઇલ્સની નોંધ લઈ રહ્યા છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના નીચી માંડલ પાસે કાર્યરત રામેષ્ટ સિરામિકનો પણ સ્ટોલ છે. કંપની દ્વારા જીવીટી અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં 600 × 600 અને 600× 1200ની સાઈઝમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. હાલ સ્ટોલમાં 15થી વધુ સરફેસ ડિસ્પ્લે કરવામાં આવી છે. જીવીટીમાં પંચ ઇફેક્ટ, ગ્રેન્યુલા ઇફેક્ટ અને હાઈ ગ્લોસ ઇફેક્ટ વિઝિટર્સને સૌથી વધુ પસંદ આવી રહી છે. રામેષ્ટ સિરામિકના મેનેજીંગ ડિરેક્ટર્સ તરીકે હરેશભાઇ બરાસરા તથા ડિરેક્ટર્સ તરીકે પ્રશાંતભાઈ બરાસરા, રામજીભાઈ બરાસરા અને તેજસભાઈ બરાસરા કાર્યરત છે. તેઓએ જણાવ્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં તેઓના સ્ટોલમાં વિઝિટર્સનો રિસ્પોન્સ સારો છે. હાલ તેઓ 10થી વધુ દેશોમાં વેપાર કરી રહ્યા છે. આ એક્સપો થકી નવા આઠેક દેશોમાં વેપાર શરૂ થાય તેવી આશા છે. ઉપરાંત ડોમેસ્ટિક વિઝિટર્સ પણ સ્ટોલમાં આવી ઈન્કવ્યારી કરી રહ્યા છે. અંતમાં તેઓએ જણાવ્યું કે તેમની ટાઇલ્સ ક્વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્ટ છે. સ્ટોલની મુલાકાત લેનાર દરેક વિઝિટર્સ ટાઇલ્સ જોઈને હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે.