આ સિરામિક કંપનીમાં 600× 1200 જીવીટી ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ : સ્ટોલમાં 300થી વધુ ઈનોવેટિવ ડિઝાઈનની ટાઇલ્સનું ડિસ્પ્લે : સતત ત્રીજા દિવસે ફોરેન અને ડોમેસ્ટિક વિઝિટર્સનો ધસારોનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં મોરબીના એમ્બીટોની ટાઇલ્સ છવાઇ ગઈ છે. અહીં સતત ત્રીજા દિવસે ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સનો ધસારો જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.મોરબીના સરતાનપર રોડ ઉપર કાર્યરત એમ્બીટો ગ્રેનિટો LLPનો સ્ટોલ પણ છે. કંપની દ્વારા 600 × 1200 સાઈઝમાં જીવીટી ટાઇલ્સ બનાવવામાં આવે છે. આ કંપની તેની ઈનોવેટિવ ડિઝાઇન અને ક્વોલિટીને કારણે આજે 27 જેટલા દેશોમાં વેપાર કરે છે. અહીંના સ્ટોલમાં કંપની દ્વારા એકથી એક ચડિયાતી 300 જેટલી ઈનોવેટિવ ડિઝાઈનની ટાઇલ્સ ડિસ્પ્લે કરવામાં આવી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં વિઝિટર્સ આવી રહ્યા છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર રાજુભાઇ ઝાલરીયાએ જણાવ્યું કે વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફોરેન ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક બાયર્સની ભરપૂર ઈન્કવાયરી મળી રહી છે. આ એક્સપો થકી નવા 6 દેશોમાં વેપાર શરૂ થશે તેવી આશા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે કંપની માટે એક્સપો એક ગ્લોબલ પ્લેટફોર્મ બને છે. બ્રાન્ડિંગ અને વેપાર વધારવા માટે એક્સપો જરૂરી છે.