મોરબી : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 23-4-2025 ને બુધવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમ્યાન કેસરબાગ મોરબી ખાતે વાંચન અને લાઇબ્રેરી મહત્ત્વ સમજાવતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા દ્વારા 'વાંચવું એટલે જગત જીતવું' પર યુવાઓમાં વાંચન અને લાઈબ્રેરી પ્રત્યે ફરી રસ જાગે એ માટે યુવાઓમાં જ્ઞાન અને પ્રેરણા પુરી પાડવામાં આવશે. ત્યારે આ સંવાદમાં રસ ધરાવતા વાચકો અને શ્રોતાઓને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.