સ્લેબમાં સીએનસી વર્ક કરતી એકમાત્ર કંપની : સ્ટોલમાં ફૂલ બોડી સ્લેબના 48થી વધુ કલરની ડિસ્પ્લે : એક્સપો થકી નવા 5 દેશો અને અનેક રાજ્યોમાં વેપાર વધે તેવી આશા નવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં મોરબીના Grouppo Nuevaના સ્ટોલમાં સતત ત્રીજા દિવસે વિઝિટર્સનો બહોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર કાર્યરત Grouppo Nuevaનો સ્ટોલ પણ છે. કંપની દ્વારા 800 × 2400 અને 1200× 1800 સાઈઝમાં 15 mmમાં ફુલબોડી સ્લેબનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. આ કંપની તેની ક્વોલિટીના કારણે 8થી 10 દેશોમાં હાલ વેપાર કરી રહી છે. આ એક્સપોમાં કંપનીના સ્ટોલમાં 48થી વધુ કલરના સ્લેબ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કંપનીના ચેરમેન ક્રિષ્ના પટેલે જણાવ્યું કે અમે ક્વોલિટી પ્રોડક્ટ બનાવીએ છીએ. સ્લેબમાં સીએનસી વર્ક કરતી અમે એકમાત્ર કંપની છીએ. અમે હાલ ઈન્ટરનેશનલ માર્કેટ કરતા ડોમેસ્ટિક માર્કેટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ એક્સપોમાં આજે સતત ત્રીજા દિવસે સવારે 9થી સાંજે 6 સુધી ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક બાયર્સનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. આ એક્સપો બ્રન્ડિંગ અને નવા બાયર્સ સાથે કનેક્ટ થવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. અમારી ક્વોલિટી અને ઈનોવેટિવ ડિઝાઇન વિઝિટર્સને ખૂબ પસંદ પડી રહી છે. આ એક્સપોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવા 5 દેશોમાં વેપાર શરૂ થાય તેવી આશા છે.