દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : પરશુરામ યુવાગ્રુપ દ્વારા 28 અને 29 એપ્રિલ 2025 ને સોમવાર અને મંગળવારના રોજ ભગવાન પરશુરામજીનો પાવન જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેમાં તા. 28-4-2025ના રોજ રાત્રે 9:00 કલાકે પરશુરામ ધામ, નવલખી રોડ ખાતે દાંડિયારાસનો આનંદ લેવાશે. ત્યારબાદ, મંગળવારના દિવસે સાંજે 4:00 કલાકે ગાયત્રી મંદિર, વાઘપરા-14 થી શોભાયાત્રા નિકળશે. જેનું પરશુરામ ધામ ખાતે સમાપન થશે. સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી તથા અન્નકૂટ અને ત્યારપછી સાંજે 8:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.આ આયોજન માટે સમગ્ર પરશુરામ યુવા ગ્રુપ-મોરબી સક્રિય રીતે પ્રવૃત્ત છે. આ પ્રસંગે પ્રમુખ જયદીપભાઈ મહેતા તથા મહામંત્રીઓ ઋષિભાઈ મહેતા, હાર્દિકભાઈ ભટ્ટ અને ધ્વનિતભાઈ દવે માર્ગદર્શન આપી રહ્યા છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોરબી શહેર તથા આસપાસના શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહી પરશુરામજીના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક આમંત્રણ અપાયું છે.