શનાળા રોડ ઉપર તુલસી પાર્કમાં બનેલો બનાવ મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ તુલસી પાર્કમાં રહેતા વૃદ્ધે પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરવાની ના પાડતા માથાભારે શખ્સે હોકી લઈને આવી ગાળો બોલી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર તુલસી પાર્કમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઈ પનારા ઉ.70 નામના વૃદ્ધે આરોપી અશોક ઉર્ફે મુન્નો દેવાણંદભાઈ જિલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓએ આરોપીને પોતાના ઘર પાસે ગાડી પાર્ક નહિ કરવા કહેતા આરોપીએ જેમ ફાવે તેમ ગાળો કાઢી હોકી લઈને ફરિયાદીના ઘેર આવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.