ઓટો રીક્ષા ડિવાઈડર સાથે અથડાયા બાદ ઓઇલની ટાંકી તૂટતા રસ્તા ઉપર ઓઇલ ઢોળાયુંમોરબી : તાજેતરમાં મોરબીના માર્કેટિંગ યાર્ડ નજીક રસ્તા ઉપર તેલ ઢોળાતા અનેક વાહન ચાલકો સ્લીપ થયા બાદ મંગળવારે રાત્રે પણ આવી જ એક ઘટનામાં રીક્ષા ડિવાઈડર સાથે અથડાયા બાદ ઓઇલ ટેન્ક તૂટી જતા રસ્તા ઉપર ઓઇલ ઢોળાતા દસેક બાઈક ચાલકો સ્લીપ થઈ ગયા હતા.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે સત્યમ પાન નજીક એક રીક્ષા ડિવાઈડર સાથે અથડાયા બાદ ઓઇલની ટાંકી તૂટી જતા મોટાપ્રમાણમાં ઓઇલ રસ્તા ઉપર ઢોળાતા સિમેન્ટ રોડ ઉપર દસેક જેટલા બાઈક ચાલકો ઓઈલના કારણે લપસી પડયા હતા. જેમાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. જો કે, બાદમાં સત્યમ પાનની દુકાનના સંચાલકે ઓઇલ ઢોળાયું હતું ત્યાં પથ્થરની આડશ મૂકી દઈ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી ઓઇલ સાફ કર્યું હતું.