મોરબી : ઉંચી માંડલ ખાતે આવેલા સરજુ વિટ્રીફાઈડ પ્રા.લી. ખાતે ગત તારીખ 11 એપ્રિલના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં જીગ્નેશભાઈ ભોરણીયા, જયદીપભાઈ નાગપરા, રમેશભાઈ ભોરણીયા, વિરલભાઈ આદ્રોજા, ગૌરવભાઈ થોરીયા અને સરજુ વિટ્રીફાઈડના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને સરજુ વિટ્રીફાઈડના પરિવારનો આભાર માન્યો હતો.