18 થી 20 એપ્રિલ દરમિયાન વરૂડી માતા, ખોડીયાર માતા અને હનુમાનજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજનમાળિયા (મિયાણા) : માણાબા (વિજયનગર) ગામે આગામી તારીખ 18 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી વરૂડી માતાજી, ખોડીયાર માતાજી તથા હનુમાનજી મહારાજની મૂર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.માણાબા ગામે રેલવે ફાટકની બાજુમાં આવેલા વરૂડી માતાજીના મંદિરે યોજાનાર ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રથમ દિવસે 18 એપ્રિલના રોજ સાંજે 4 કલાકે માટી મુહૂર્ત, દેહ શુદ્ધિ, પ્રાયક્ષિતા, જલયાત્રા, ગણપતિ પૂજન અને સાંય આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. 18 એપ્રિલે રાત્રે 9-30 કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક મહેશદાન ગઢવી (ભુરા ભગત) અને ભજનીક મિલન પટેલ ભજનની રમઝટ બોલાવશે. 19 એપ્રિલના રોજ સવાર થી બપોર સુધી વિવિધ પ્રસંગો યોજાશે. બપોરે 3 કલાકે નગરયાત્રા અને સાંજે 7 કલાકે ધાન્યાધીવાસ યોજાશે. 20 એપ્રિલના રોજ બપોરે 12-15 કલાકે અભિજિત મુહૂર્તમાં પ્રતિષ્ઠા વિધિ થશે. ત્યારબાદ શ્રીફળ હોમ પૂર્ણાહુતિ, મહાઆરતી, થાળ સહિતના પ્રસંગો યોજાશે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા (ભાગવત આચાર્ય, સંસ્કૃત વિશારદ, કાશી) બિરાજશે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમના સંત ભાવેશ્વરી માતાજી પધારશે.