સેનેટરીવેર્સ કારખાનેદારના વહાલસોયા પુત્રના મોતથી અરેરાટીમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના મંગળવારે અમંગળ ઘટના બની હતી જેમાં ધોરણ 10મા અભ્યાસ કરતો બાળક સ્કૂલના સ્વિમિંગ પુલમાં ન્હાવા જતા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ ગોઝારી દુર્ઘટનાથી સગીરાના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર - ઘુનડા રોડ પર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં આવેલ સ્વિમિંગ પુલમાં ન્હાવા જતા પ્રીત ગિરીશભાઈ ફળદુ ઉ.16 નામના સગીર વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી વધુ તપાસ આર.એન. કણઝારીયા ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રીતના પિતાને સેનેટરી વેરની ફેકટરી હોવાનું સામે આવ્યું છે.