બોલેરો પીકઅપમાં 22 લોકો કરતા હતા મુસાફરી, ઇજાગ્રસ્તોને જેતપર હોસ્પિટલના ખસેડાયામોરબી : માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલ્ટી મારી જતા બોલેરો ગાડીમાં મુસાફરી કરી રહેલા 22 લોકો પૈકી 12 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ગોઝારા અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીના જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા - હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક જીજે - 13 - એએક્સ 8779 નંબરની બોલેરો પીકઅપ ગાડી પલ્ટી મારી જતા બોલેરોમાં બેઠેલા કુલ 22 પૈકી 12 લોકોને ઇજાઓ પહોંચી હતી. હાઇવે ઉપર અકસ્માત સર્જાતા થોડો સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને પ્રથમ જેતપર પીએચસી બાદ 108 મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.વધુમાં થાનથી અણીયારી ખાતે માતાજીના દર્શને આવેલ પરિવાર પરત થાન જતો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઇજા પામેલા લોકોની યાદી1. વિપુલ બાબુભાઇ ઉ. 27 રહે.થાન2. જયંતિ ભીખાભાઇ ઉ.50 રહે.રાજાવડલા3. બેચરભાઈ જયંતીભાઈ ઉ. 23 4. જયશ્રીબેન બેચરભાઈ5. કિયાંશ ઓધવજીભાઈ રહે. થાન6. નેહાબેન વિપુલભાઈ રહે. થાન7. વર્ષાબેન વિપુલભાઈ રહે.થાન8. બળદેવભાઈ રાણાભાઈ રહે. થાન9. સોનલબેન ઓધવજીભાઈ10. લઘુભાઈ વશરામભાઈ