કેન્દ્રીય મંત્રીએ એક્સપોમાં સ્ટોલની મુલાકાત લઈ પ્રોડક્ટ વિશે માહિતીઓ મેળવી : ગ્લોબલ એક્સપોના આયોજનને બિરદાવ્યું ભારતની પ્રોડક્ટ ક્વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં દમદાર, હવે દુબઇ અને સેન્ટપીટરબર્ગની જેમ આ પ્રકારના એક્સપો રૂટિનમાં ગોઠવાઈ તેવી ઈચ્છા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી નવી દિલ્હી : નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશનના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પધાર્યા હતા. તેઓએ અનેકવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેઓએ અનેક પ્રોડક્ટની બારીકાઈથી માહિતી પણ મેળવી હતી. આ સાથે તેઓએ અનેક ફોરેન ડેલીગેટ્સ સાથે ચર્ચા કરી હતી. દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025' નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહ્યો છે. આ એક્સપોમાં આજે બીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પધાર્યા હતા. તેઓનું વાયબ્રન્ટ બિલ્ડકોન ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના અધ્યક્ષ રમેશ મિત્તલ, કેપેક્સિલના વાઇસ ચેરમેન અને મેમ્બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર નિલેશ જેતપરિયા, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાત અને બ્લ્યુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોનના ભવ્ય આયોજન બદલ તમામ આયોજકોને અભિનંદન પાઠવું છું. દેશમાં બિલ્ડીંગ મટિરિયલ્સની તમામ પ્રોડક્ટને સાંકળીને એક છત્ર હેઠળ પ્રદર્શિત કરવાનો આ પ્રથમવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. હું શરૂઆતથી આયોજકોના સંપર્કમાં હતો. તેઓએ તૈયારીઓમાં અનેક મુશ્કેલીઓ અનેક અગવડતાઓ વેઠી છે. છતા તેઓએ અડીખમ રહી એક્સપો યોજવાનું સાહસ કર્યું તે અભિનંદનને પાત્ર છે. કેન્દ્રિય મંત્રીએ ઉમેર્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો દર વર્ષે થવો જોઈએ. દુબઇ, સેન્ટપીટર્સબર્ગની જેમ અહીં પણ રૂટિન આવા એક્સપો થાય તો સિરામિક, હાર્ડવેર, સિમેન્ટ, સેનેટરી જેવા ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટ વધુ પ્રમાણમાં મળશે અને વેપાર વધશે. _________________________જેને ભારતમાંથી માલ ખરીદ્યો નથી તેવા જેન્યુન બાયર્સને જ એક્સપોમાં આમંત્રિત કરાયાકેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ એક્સપોમાં દુનિયાભરમાંથી એવા બાયર્સ સિલેક્ટ કરવામાં આવ્યા છે જેને ક્યારેય ભારતથી માલ ખરીદ્યો નથી. આમ તો બાયર્સનું 30થી 35 હજારનું લિસ્ટ હતું. જેમાંથી માત્ર સિલેકટેડ 600થી 700 જેટલા બાયર્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે કંપનીઓ ભારતમાંથી માલ ખરીદતી નથી તે ભારતમાં આ એક્સપોમાં આવી છે. તેઓ આપણી ક્વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્ટ પ્રોડક્ટ જોઈ રહ્યા છે. આ એક્સપો ભારતના ઉદ્યોગોને નવું માર્કેટ આપશે. _________________________વાયબ્રન્ટ એક્સપોની સેકન્ડ એડિશન આનાથી ઘણી મોટી હશેકેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતના મેન્યુફેક્ચરિંગ ટેલેન્ટથી દુનિયા વાકેફ છે. ભારત આજે ક્વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં ચેલેન્જ કરી શકે તેવી પ્રોડક્ટ બનાવે છે. બસ આવા એક્સપોની જરૂર છે. હવે વાયબ્રન્ટ એક્સપોની સેકન્ડ એડિશન આનાથી ઘણી મોટી હશે. જેનાથી ઉદ્યોગોના વેપારને ઘણો ફાયદો થશે. હજુ એક્સપોને બે દિવસ ચાલવાનો છે. વધુમા વધુ વિઝિટર્સ મુલાકાત લ્યે._________________________