મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-2 વિભાગ હેઠળ તા. 16-4-2025 ને બુધવારના રોજ સવારે 6 થી બપોરના 12 કલાક સુધી મેઇન્ટનન્સની કામગીરી માટે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. જેમાં ચિત્રકૂટ ફીડરમાં આવતા નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં, વાવડી રોડ ફીડરમાં આવતા ક્રિષ્ના પાર્ક 1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં તેમજ શ્રદ્ધા ફીડરમાં આવતા શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિ પાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.