વિરપુરુષ યજ્ઞ તથા ડાક ડમરુનું આયોજનમોરબી : મોરબીના મુનનગર સ્થિત લાતી પ્લોટ-6માં આવેલા લીમડાવાળા મામાદેવનો પાંચમો પાટોત્સવ આગામી તારીખ 15 એપ્રિલ ને મંગળવારના રોજ યોજાશે. જેમાં વિરપુરુષ યજ્ઞ તથા ડાક ડમરુનું આયોજન કરાયું છે.15 એપ્રિલે સવારે શુભ ચોઘડિયે મામા દેવનો વિરપુરુષ યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 6-30 કલાકે મામાદેવની મહાઆરતી યોજાશે. સાંજે 6-45 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 10 કલાકે લીમડાવાળા મામદેવનો ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાવળદેવ તેજશભાઈ રાવળ તથા સંદીપભાઈ રાવળ, લીમડાવાળા મામા દેવના ઉપાસક કૌશિકભાઈ રાણપરા અને જેલ રોડવાળા મામાદેવના ઉપાસક કુલદીપભાઈ એન. દશાડિયા ઉપસ્થિત રહેશે. તો આ પ્રસંગે સર્વે ભક્તોને પધારવા લીમડાવાળા મામાદેવ ગ્રુપ- મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.