મોરબી : મોરબીના નવી પીપળી સ્થિત ધર્મ ગંગા સોસાયટીમાં આવેલા રોકડીયા હનુમાનજીના મંદિરે આગામી તારીખ 19 એપ્રિલ ને શનિવારના રોજ રાભે 9 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.ધર્મગંગા સોસાયટી, શાંતિનગર અને સિલ્વર સોસાયટી દ્વારા રોકડીયા હનુમાનજી મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજાનાર ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં ભજનીક મહેશ ગઢવી, ભજનીક બિન્દુ રામાનુજ, ભજનીક અશ્વિન પટેલ ચિરાગ સોની (ઉસ્તાદ એન્ડ ગ્રુપ) અને પાટીદાર સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે.