અલગ અલગ બ્રાન્ડની 288 બોટલ અને કાર કબ્જે લેવાઈ, આરોપી ફરારમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શક્ત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઇ ક્રેટા કાર ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ક્રેટા કારના નંબરના આધારે ગુન્હો નોંધી વિદેશી દારૂ મંગાવનાર શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ શક્ત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી વિદેશી દારૂ ભરેલી જીજે - 36 - એલ - 9179 નંબરની કાર રેઢી મળી આવી હતી. આ કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 288 બોટલ કિંમત રૂપિયા 2,73,576 મળી આવતા પોલીસે 5 લાખની કિંમતની કાર સહિત કુલ રૂપિયા 7,73,576નો મુદ્દામાલ કબ્જે કરી ક્રેટા કારના માલિક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.