રિસર્ચ કોન્ફરન્સમાં 110 રિસર્ચકર્તા હાજર રહ્યા હતાહળવદ : હળવદની તક્ષશિલા કોલેજ દ્વારા તારીખ 12 એપ્રિલ 2025 ના રોજ મોરબીના કમ્ફર્ટ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિકસિત ભારત 2025: પ્રગતિશીલ ભારત માટે બહુવિધઅનુશાસનીય સંશોધન વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વાઇસ ચાન્સલર કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ડો. મોહનભાઈ પટેલ તથા વાઈસ ચાન્સલર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ડો. ટી.એસ. જોશી, પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ડો. નિદતભાઈ બારોટ હાજર રહ્યા હતા અને શિક્ષણમાં સંશોધનની ઉપયોગીતા વિશે માહિતી આપી હતી.આ દરમ્યાન રિસર્ચની માહિતી તથા સંશોધન તરીકે માર્ગદર્શન આપવા વક્તા તરીકે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી પ્રોફેસર ડો. રાકેશભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસર ડો. એમ.એસ. મોલિયા તથા ડો. હિરેન મહેતાએ વિકસિત ભારતમાં સંશોધનની ભૂમિકા વિશે સંશોધનકર્તાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ રિસર્ચ કોન્ફરન્સમાં 110 રિસર્ચકર્તા એટલે કે સંશોધનકારો હાજર રહ્યા હતા અને તેમને કરેલા રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. તમામ રિસર્ચ પેપર રિસર્ચ મેટ્રિક જર્નલ જે “ PEER REVIEWED & REFEREED “ માં રજુ કર્યા અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં ઉચ્ચ શિક્ષણમાં થયેલા ફેરફારો અને આ ફેરફારોની વિકસીત ભારતમાં ભૂમિકા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તક્ષશિલા કોલેજ – હળવદના પ્રિન્સીપાલ ડો. અલ્પેશ સિણોજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તક્ષશિલા સંકુલમાં ફરજ બજાવતા પટેલ પાર્થભાઈ, પ્રજાપતિ આશિષભાઈ તથા નિલેશભાઈ પટેલ અને રાજેશ ગોસરાએ યોગદાન આપ્યુ હતું. તથા કાર્યક્રમની આભારવિધિ તક્ષશિલા સંકુલના સંચાલક રોહિતભાઈ સિણોજીયા દ્વારા કરવામાં આવી હતી.