ટંકારા : ટંકારાના નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા અને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા તથા ખેડૂત શિબિરમાં અધ્યક્ષ તરીકે ઇફકો કોપરેટીવ સંસ્થાના ડિરેક્ટર તથા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા તથા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કૃભકો ઓપરેટિવસ સંસ્થાના ડિરેક્ટર મગનભાઈ ધનજીભાઈ વડાવિયા, રાજકોટ જિલ્લા જિલ્લા બેંક મેનેજિંગ ડિરેક્ટર સખીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગિયા, મોરબી જિલ્લા દૂધ સેવા સહકાર મંડળીના પ્રમુખ સંગીતાબેન કગથરા, તથા અન્ય જિલ્લા સેવા સહકારી મંડળી તથા માર્કેટિંગ યાર્ડ મોરબી તથા અન્ય સહકારી આગેવાન રાજકીય આગેવાન તથા ગ્રામ પંચાયતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.