વાંકાનેર : વાંકાનેરમાં નગરપાલિકા ખાતે આજે ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પ્રખર સામાજિક સુધારક, બંધારણના મહાન શિલ્પકાર અને ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકાના સદસ્યો તેમજ વાંકાનેર ભારતીય જનતા પાર્ટીનાં બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.