ટંકારા : ટંકારાના આંબેડકરનગર (વિરવાવ) સમસ્ત ગામ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની 134ની જન્મ જયંતી નિમિત્તે તા. 19-4-2025 ને શનિવારના રોજ આંબેડકરનગર (વિરવાવ) ગામે ભવ્ય ભીમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19 એપ્રિલના રોજ બપોરે 3 કલાકે ભીમ દાંડિયા, સાંજે 6 કલાકે ભોજન સમારંભ, અને રાત્રે 8 કલાકે ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરેશભાઈ રાઠોડ તથા સાજીંદા ગૃપ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. ત્યારે આ ભવ્ય ભીમ મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.