મોરબી : મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે. સાયબર ગઠિયા નીત નવી ટેક્નિક અપનાવીને લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે હાલ બજારમાં ફ્રોડની એક નવી રીત સામે આવી છે. જે છે APK ફાઈલ.. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આવી APK ડાઉનલોડ કરવાથી બચવા લોકોને જણાવાયું છે.લેભાગુ તત્વો દ્વારા છેતરપિંડીનો નવો કિમીયો શરૂ કરાયો છે. જેમાં તમને વોટ્સએપમાં HAPPY BIRTHDAY PARTY તથા WEDDING INVITATION લખેલી APK મોકલે છે. જો તમે આવી ફાઈલ ડાઉનલોડ કરો છો તો તરત જ તમારું વોટ્સએપ અને ફોન હેક થઈ જશે અને આ ફાઈલ તમારા વોટ્સએપમાંથી તમારા ઓળખીતા લોકોને પણ ફોરવર્ડ કરવામાં આવશે. તેથી આવી APK ફાઈલ ડાઉનલોડ ન કરવી જોઈએ અને આવા સ્કેમથી બચવું જોઈએ. વધુ માહિતી માટે સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવા જણાવાયું છે.