ટંકારા : ટંકારામાં સ્થા જૈન સંઘ દ્વારા દોશી પરિવાર અમદાવાદના સહયોગથી નવ નિર્મિત ઉપાશ્રયમાં ચૈત્રી આયંબિલ ઓળી આરાધનાથી મંગલાચરણ કરવામાં આવ્યું હતું. 60 જેટલા આરાધકોની સકળ સંઘે અનુમોદના કર્યું હતું. ટંકારામાં જૈન ઉપાશ્રય ખાતે સંવત 2082 ચૈત્રી આયંબિલ ઓળી આરાધના માટે પ.પુ.ધીરગુરૂદેવના કૃપાપાય અનેક તપ આરાધના કરતા ગુરૂણીમૈયા ગુણવંતી બાઈ મહાસતીજી તથા ટંકારા ગાંધી પરિવારનું ગૌરવ પ.પુ. બાબ્ર લીનાબાઈ મહાસતીજી સંઘની લાગણી માગણીથી ગુરૂદેવ ધીરજમુની મા.સા. ની આજ્ઞાથી સતી રત્નો ટંકારા પધાર્યા હતા. જ્યાં દૈનિક આયંબિલ તપની આરાધના વ્યાખ્યાન કરાવ્યું હતું. ભાવિકોના નવપદની ઓળી આરાધના પારણા સ્થા જૈન સંઘ ટંકારાના આંગણે યોજાયો હતો. 60 જેટલી સંળગ ઓળી આયંબિલ આરાધના કરનાર ટંકારા માટે અવિસ્મરણીય છે. ચૈત્ર માસમાં દરરોજ વ્યાખ્યાન પ્રતિકમણ સ્તવન અને વિવિધ આરાધનાથી સકળ સંઘમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સંપુર્ણ ઓળીના આરાધકોની અનુમોદના અર્થે ટ્રાવેલિંગ બેગ લીનાબાઈ મહાસતીજીના સંસારી બેન મેનાબેન, લતાબેન, ચેતનાબેન, ભાવનાબેન, પારૂલબેન દ્વારા, લેપટોપ બેગ દિનાબેન દીલિપભાઈ સુતરીયા મોરબી દ્વારા, મુખવાસ દાની નવિનકાકા - તારાચંદ માણેકચંદ દોશી પરિવાર દ્વારા, ધુપ સ્ટીક મંજુલાબેન ધીરજલાલ દેસાઈ પરિવાર દ્વારા, કોપર ગ્લાસ પ્રિયવંદનાબેન રતીલાલ ખિમચંદ મહેતા પરિવારની ધૈયની ઓળી નિમિત્તે તથા જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા 130, ગુરૂણીમૈયાના શ્રાવક અશોકભાઈ શેઠ દ્વારા 100, પ્રફુલ્લાબેન રમણીકલાલ મોહનલાલ ગાંધી દ્વારા 100, જયશ્રીબેન સૂર્યકાંત ધોધાણી હ. નિલેશભાઈ અને કલ્પેશભાઈ દ્વારા 50, દમયંતીબેન રમેશચંદ્ર અમીચંદ દોશી મુબઈ દ્વારા 50 તથા સ્થાનક વાસી જૈન સંઘ ટંકારા તરફથી 'ટાઢક'ના 50 સૌ આરાધકોને પ્રભાવના કરવામાં આવી હતી.આ તકે સ્થા જૈન સંઘ મોરબીના પ્રમુખ નવિનકાકા દોશી, વિશા શ્રીમાળી યુવક મંડળ મોરબીના પ્રમુખ મનોજ દેસાઈ તથા પાંજરાપોળ ટ્રસ્ટ ટંકારા પ્રમુખ રમેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત સ્થા જૈન સંઘ પ્રમુખ રાજુભાઈ ગાંધીએ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ગાંધીએ કર્યું હતું. અંતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ દોશી પરિવાર દ્વારા ઉપાશ્રયના નવ નિર્માણનું મંગલચરણ આરાધકોની ઉપાસના થકી કરવામાં આવ્યુ છે ત્યારે એમને યાદ કરવા ઘટે. ઉપરાંત અનેક જૈનેતર પરિવારે કઠોર ઓળી તપસ્યા કરી જેની ખુબ અનુમોદના કરી હતી.