વોલ ટાઇલ્સ, પાર્કિંગ ફ્લોર ટાઇલ્સ અને હાઈ ડેપ્થ એલિવેશન ટાઇલ્સનું ઇનોવેટિવ કલેક્શન મુકાયું : ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સનો ખુબ સારો રિસ્પોન્સ નવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં આર્ટ એશિયા ટાઇલ્સના અદ્ભૂત કલેક્શને વિઝિટર્સના મન મોહી લીધા છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે બીજો દિવસ છે. ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ એક્સપોમાં લ્યુમિન સિરામિકની બ્રાન્ડ આર્ટ એશિયા ટાઇલ્સનો સ્ટોલ પણ આવેલો છે. તેઓ દ્વારા વોલ ટાઇલ્સ, પાર્કિંગ ફ્લોર ટાઇલ્સ, હાઈ ડેપ્થ એલિવેશન ટાઇલ્સનું વિશાળ કલેક્શન અહીં મૂકવામાં આવ્યું છે. અહીં ગ્લોસી, મેટ, સુગર સહિતની સરફેસ ડિસ્પ્લે કરવામાં આવી છે. આર્ટ એશિયાના મેનેજિંગ ડિરેકટર સંજયભાઈ ડાકાના માર્ગદર્શન હેઠળ ગ્રુપ દ્વારા અનેક દેશો સાથે વેપાર કરવામાં આવી રહ્યો છે. ગ્રુપના એક્સપોર્ટ ડિરેકટર ઊર્મિત ડાકાએ જણાવ્યું કે આ એક્સપો એ ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તેઓએ ઉમેર્યું કે એક્સપોમાં ભાગ લેવાથી વ્યાપારી સંબંધો મજબૂત બનાવવા એક પ્લેટફોર્મ મળે છે. સાથોસાથ અહીં આવવાથી સિરામિક માર્કેટમાં શુ નવું ચાલી રહ્યું છે તે પણ જાણવા મળે છે.