મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 14 એપ્રિલ ને સોમવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, તુવેર, જીરું, સુવાદાણા, સફેદ ચણા, મેથી, ધાણા, ચણા, એરંડા, સોયાબીન, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 3561 ક્વિન્ટલ એટલે કે 17805 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 590 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 361 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4926 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1450 બોલાયા છે. તલના 1985, જીણી મગફળીના પ્રતિમણ 956, તુવેરના 1338, સુવાદાણાના 2090, સફેદ ચણાના 1519, મેથીના 1061, ધાણાના 1334, ચણાના 1068, સોયાબીનના 786, કાળા તલના 5160, રાયના 1200 અને રાયડાના 1060 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.