મોરબી : હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પક્ષીઓને પીવા માટેનું પાણી મળી રહી તે માટે મોરબીમાં મયુર નેચર કલબ દ્વારા આજે તા. 13-3-2025 ને રવિવારના રોજ મોરબીના કે.કે. સ્ટીલ ખાતે સંદેશ ઓફિસ નીચે રામ ચોક ખાતે પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો તરફથી સારો સહકાર મળતા માત્ર બે કલાકમાં જ 1500 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા પ્રકૃતિને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે. થોડા દિવસ પહેલા જ ચકલીના માળાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસી વિવાહ અંતર્ગત તુલસીના છોડનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઘરે ઘરે પક્ષીઓને પણ પીવાનું પાણી મળી રહે તે માટે નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.