આ એક્સપો દ્વારા સમગ્ર બાંધકામ ઇકોસિસ્ટમને એક છત્ર હેઠળ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ : ભારતએ સુપર ગ્લોબલ પાવર, એક્સપોથી નિકાસને મળશે બુસ્ટર : ગવર્મેન્ટ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર થયેલ આ એક્સપો ઈન્ડસ્ટ્રીઝ લીડ એક્સપો તરીકે ઉભરી આવ્યો : એક્સપોની ઓપનિંગ સેરેમનીમાં પિયુષ ગોયલે ફોરેન ડેલીગેટ્સ અને વિઝિટર્સને સંબોધ્યા નવી દિલ્હી : વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોને ભવ્ય સફળતા મળી છે. હવે પછીનું એક્સપો આનાથી 10 ગણું મોટું હશે. આ એક્સપો દ્વારા સમગ્ર બાંધકામ ઇકોસિસ્ટમને એક છત્ર હેઠળ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતએ સુપર ગ્લોબલ પાવર, એક્સપોથી નિકાસને મોટું બુસ્ટર મળશે. તેમ એક્સપોની ઓપનિંગ સેરેમનીમાં પિયુષ ગોયલે જણાવ્યું હતું. દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા આજરોજ નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ છે. આ એક્સપો તા.16 સુધી ચાલવાનો છે. આ એક્સપોમાં 250થી વધુ પ્રદર્શકો, 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ અને 700થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. એક્સપોની ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટી, વાયબ્રન્ટ બિલ્ડકોન ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના અધ્યક્ષ રમેશ મિત્તલ, કેપેક્સિલના વાઇસ ચેરમેન અને મેમ્બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર નિલેશ જેતપરિયા, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાત અને બ્લ્યુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ પટેલ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશનને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોનને ભવ્ય સફળતા સાંપડી રહી છે. હવે આવતી વખતે આ એક્સપો આનાથી 10 ગણું રહેશે તેવી આશા છે. વિકસિત ભારત બનવા માટે આપણે શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવી પડશે. આપણો બાંધકામ ઉદ્યોગ ટકાઉ, ઉર્જા કાર્યક્ષમ હોવો જોઈએ, આપણે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ સુનિશ્ચિત કરવું જોઈએ, આપણું માળખાગત સુવિધા વિશ્વમાં શ્રેષ્ઠ હોવી જોઈએ. આ એક્સપો દ્વારા સમગ્ર બાંધકામ ઇકોસિસ્ટમને એક છત્ર હેઠળ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. આનાથી દેશમાં રેપીડ ગ્રોથ આવશે. વધુમાં આ એક્સપોએ ગવર્મેન્ટના એક પણ રૂપિયાની મદદ લીધી નથી. જેથી આ એક્સપો ઈન્ડસ્ટ્રીઝ લીડ એક્સપો તરીકે ઉભરી આવ્યો છે.વધુમા તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં અંદાજે 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. તેઓએ વડાપ્રધાન તરીકે દિલ્હીમાં જોયું કે પ્રગતિ મેદાનમાં ટેન્ટ નાખીને એક્સપો થતા હતા. કોઈ વર્લ્ડ કલાસ એક્સપો સેન્ટર નથી. જેથી તેઓએ યશોભુમી અને ભારત મંડપમ બનાવ્યું. જ્યારે કોવિડમાં વિશ્વ આખું થંભી ગયું હતું. ત્યારે આ બન્ને વર્લ્ડ કલાસ એક્સપો સેન્ટરના નિર્માણ થઈ રહ્યા હતા. તેઓએ ઉમેર્યું કે આજનું ભારત, આપણી યુવા શક્તિ, આપણે બધા વૈશ્વિક મહાસત્તા બનવાની ઇચ્છા રાખીએ છીએ. આજે ભારત એ સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે કે દરેક પરિવાર પાસે પોતાનું ઘર હોય. આપણે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો વિસ્તાર કરી રહ્યા છીએ, આપણે ડિજિટલ ક્રાંતિમાં મોખરે છીએ. આપણે 2047 સુધીમાં 4 ટ્રિલિયન ડોલર 30-35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનીશું. વિકસિત ભારત 2047 એ દરેક ભારતીયનું લક્ષ્ય છે. ભારત વૈશ્વિક મહાસત્તા બનવા માટે તૈયાર છે, આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છીએ. આ એક્સપો કન્સ્ટ્રકશન પ્રોડક્ટનો મહાકુંભ : સુનિલ શેટ્ટીબોલિવૂડ અભિનેતા અને વાઇબ્રન્ટ બિલ્ડકોનના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે આ એક્સપો કન્સ્ટ્રકશન પ્રોડક્ટનો મહાકુંભ છે. પહેલી જ એડિશનમાં મોટી સંખ્યામાં મોટી બ્રાન્ડસ જોડાઈ છે. વન નેશન વન એક્સપોનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. દરેક એક્ઝિબીટર્સને અહીં ગ્લોબલ સ્ટેજ મળી રહ્યું છે. આ એક્સપોનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ હું ગૌરવ અનુભવી રહ્યો છું.વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા કેપેક્સિલ સજ્જ : રમેશ મિત્તલ કેપેક્સિલના અધ્યક્ષ રમેશ મિત્તલે જણાવ્યું કે આ એક્સપો વન નેશન વન એક્સપોના વિઝનને અનુરૂપ યોજાઈ રહ્યો છે. અહીં એક જ છત નીચે બિલ્ડીંગ મટિરિયલની તમામ પ્રોડક્ટ જોવા મળશે. તેઓએ જણાવ્યું કે સરકારના વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા કેપેક્સિલ સજ્જ છે. આ એક્સપોમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સનો સહયોગ મળ્યો છે. જેનાથી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.