એક મહિના પહેલા બનેલા બનાવમાં વળતી ફરિયાદટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે જમીન ધરાવતા ખેડૂત યુવાનની જમીન હડપ કરવા માંગતા ત્રણ શખ્સોએ એક મહિના પૂર્વે હુમલો કરી પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આ કિસ્સાના જમીન માલિકે ત્રણેય આરોપીઓ જમીન પડાવી લેવા માટે તેમના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે જમીન ધરાવતા ધર્મેશભાઈ મુળજીભાઈ ભાગીયા ઉ.33 નામના યુવાને આરોપી બળવંત દેવજીભાઈ દેવડા, ગણેશ નરસીભાઈ દેવડા અને સંદીપ બળવંતભાઈ દેવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીની ગણેશપર ગામે આવેલ જમીન ઉપર આરોપીઓ કબજો કરવા માંગતા હોય જે બાબતે અગાઉ ઝગડો થયો હોય તેનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ એકસંપ કરી ગત તા.16 માર્ચના રોજ વાડીએ જતા હતા ત્યારે આંતરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જે બાદ સમાજના વડીલોને સમાધાનની વાતો ચાલતી હોય પરંતુ સમાધાન ન થતા અંતે આ હુમલા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.