ટંકારા : ટંકારાના જબલપુર ખાતે ૐ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ, શ્રી ભાડેશ્વર મંદિર, શ્રી ભોમેશ્વર આશ્રમ મૂળ. મોટા જીંજુડા દ્વારા ત્રિપુરેશ્વર મહાદેવ તથા જબલપુર ગામ સમસ્તના યજમાનપદે તા. 20-4-2025 ને રવિવારથી તા. 28-4-2025 સુધી કડવા પટેલ સમાજની વાડી, જબલપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજેશગિરી કે. ગોસ્વામી વ્યાસપીઠે બિરાજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. તા. 19-4-2025 ને શનિવારના રોજ સાંજે 4 કલાકે શ્રી રામજી મંદિરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળે જશે. તા. 20ના રોજ સવારે 9 કલાકે કથાનો પ્રારંભ થશે. કથાની પુર્ણાહુતી તા. 28-4-2025 ને સોમવારના રોજ બપોરે 1 કલાક દરમ્યાન થશે. આ કથામાં સતી પ્રાગટય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ, ગણેશ જન્મ જેવા પ્રસંગો ઉજવાશે. આ શિવ કથાનું દરરોજ જીવંત પ્રસારણ સવારે 9 થી 12 કલાક દરમ્યાન kartavya tv અને યુટ્યુબ પર rajubapu official પર કરવામાં આવશે. ત્યારે આ શિવ પુરાણ કથાનો લાભ લેવા શિવ પરિવાર તથા જબલપુર ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.