મોરબી: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી.સરડવાએ 49 મી વખત રક્તદાન કરીને રક્તદાન એ જ મહાદાન સૂત્ર સાર્થક કર્યું છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મોરબી-માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પુત્ર સ્વર્ગસ્થ પ્રશાંત મેરજાની 17મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પ અંતર્ગત 13 એપ્રિલના રોજ GMERS સિવિલ હોસ્પિટલ- મોરબીના જરૂરિયાતમંદ લોકોની અને દર્દીઓની સેવા અર્થે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી. સરડવાએ 49મી વખત રક્તદાન કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી 'રક્તદાન એ જ મહાદાન', 'રક્તદાન કરીએ મહામૂલ્યવાન માનવ જીવન બચાવીએ' એ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. થોડા દિવસો અગાઉ પણ મણીલાલ વી. સરડવાએ પોતાના પૌત્રના જન્મદિવસ નિમિત્તે 48મી વખત રક્તદાન કર્યું હતું. મણિલાલ સરડવાએ 51 વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.