મોરબી : સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે તા. 13- 4-2025 ને રવિવારના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિત્તે સામાજિક સમરસતાના ભાગરૂપે મોરબી જિલ્લાના 11 વિવિધ સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા નિઃશુલ્ક દવા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કુલ 1100થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ તથા નિઃશુલ્ક દવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NMO તથા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના સેવાભાવી અંદાજિત 90 વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર મેડિકલ અને સિનિયર ડોકટર દ્વારા 11 સ્થળોએ કુલ મળી 1100 જેટલા દર્દીઓના રોગનું નિદાન કરી દવાઓનું વિતરણ કર્યું હતું, અને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તથા વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી તથા સ્થાનિક 140થી વધુ કાર્યકર્તાઓ તથા સામાજિક લોકો આ કાર્યમાં સહયોગ આપી આ મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.