મોરબી : 14 એપ્રિલના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી આવી રહી હોય ઉજવણીના ભાગરૂપે તારીખ 12 એપ્રિલ ને શનિવારના રોજ મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 'ચાલો જાણીએ બાબા સાહેબને' વિષય પર અલગ અલગ વક્તાઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા. જેમાં બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું હતું. શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.