એક્સપોના ટાઇટલ સ્પોન્સર એવા બ્લુઝોનના સ્ટોલમાં 14 જેટલી ઈનોવેટિવ ટાઇલ્સ ઉપર ફોરેન અને ડોમેસ્ટિક બાયર્સ આફરીન : મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ અને હાલના પ્રમુખોએ બ્લુઝોનના સ્ટોલની શુભેચ્છા મુલાકાત લીધીનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં બ્લુઝોનની ટાઇલ્સ અને સેનેટરી વેરની પ્રોડક્ટ ધૂમ મચાવી રહી છે. મોટી સંખ્યામાં અહીં વિઝિટર્સ જોવા મળી રહ્યા છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ એક્સપોમાં ટાઇટલ સ્પોન્સર તરીકે બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ જોડાયેલું છે. આ એક્સપોમાં સૌથી મોટો સ્ટોલ બ્લુઝોનનો છે. જ્યાં આજે પ્રથમ દિવસે જ ટાઇલ્સ અને સેનેટરી વેરની પ્રોડક્ટ જોવા માટે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બાયર્સની ભીડ જોવા મળી રહી છે. આ અંગે બ્લુઝોનના મેનેજિંગ ડિરેકટર અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે સ્ટોલમાં મેટ, સીપોસ ફિનિશ, ડબલ પોલીસ, ગ્રેન્યુલા પોલીસ, ડ્રાય ગેન્યુલા, નેચરલ સ્ટોન ઇફેક્ટ સહિતની 14 જેટલી ઈનોવેટિવ ડિઝાઈનની સરફેસ ડિસ્પ્લે કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું કે આજે પ્રથમ દિવસે ઘણા ફોરેન બાયર્સે સ્ટોલની વિઝિટ કરી છે. આ ઉપરાંત નોર્થ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ડોમેસ્ટિક બાયર્સ દ્વારા પણ સ્ટોલની વિઝિટ લેવામાં આવી છે. એક્સપોમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ____________________________સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખો અને હાલના પ્રમુખોએ બ્લુઝોનના સ્ટોલની લીધી મુલાકાતએક્સપોની મુલાકાતે આવેલા સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ કુંડારીયા તેમજ હાલના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને હરેશભાઇ બોપલીયા સહિતનાએ બ્લુઝોનના સ્ટોલની મુલાકાત લઈ બ્લુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ એરવાડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. ____________________________બ્લુઝોનના સ્ટોલમાં લાઈવ સિમ્ફની મ્યુઝિક અને લાઈવ સ્કેચે એક્સપોમાં આકર્ષણ જગાવ્યું એક્સપોમાં દૂર દૂરથી આવેલા વિઝિટર્સને મનોરંજન મળી રહે તેવા ઉદ્દેશ સાથે બ્લુ ઝોન દ્વારા સ્ટોલના પ્રવેશ દ્વાર પાસે લાઈવ સિમ્ફની મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશી કલાકારો દ્વારા અવનવી સંગીતની ધૂન વગાડવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્ટોલની અંદર સ્કેચ આર્ટીસ્ટ દ્વારા વિઝીટર્સના લાઈવ સ્કેચ પણ બનાવી આપવામાં આવે છે. આ બન્નેએ એક્સપોમાં આકર્ષણ જગાવ્યું છે.