આ પ્રકારના એક્સપોના આયોજન થકી જ ભારત અને બહામાસ વચ્ચે વ્યાપારી સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે : કેથ બેલનવી દિલ્હી : નવી દિલ્હી ખાતે આજથી શરૂ થયેલા વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની બહામાસના કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી હતી. તેઓએ અનેક સ્ટોલની પણ મુલાકાત લઇ દરેક પ્રોડક્ટ જોઈને આનંદની લાગણી વ્યકત કરી હતી. દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા આજરોજ નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ છે. આ એક્સપો તા.16 સુધી ચાલવાનો છે. આ એક્સપોમાં 250થી વધુ પ્રદર્શકો, 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ અને 700થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. આ એક્સપોમાં બહામાસના હાઉસિંગ એન્ડ અર્બન રીન્યુઅલ મિનિસ્ટર કેથ બેલની વિશેષ ઉપસ્થિતી રહી છે. તેઓએ જણાવ્યું છે કે વધુ ઘર બનાવીએ અને પોસાય તેવા ઘર બનાવીએ તે દિશામાં બહામાસ આગળ વધી રહ્યું છે. ઘર માટે જોઈએ તેવા મટીરીયલ માટે જેમકે પ્લાયવુડ, ટાઇલ્સ, સેનેટરી, કલર વગેરે અમે જોઈ રહ્યા છીએ. ભારત અને બહામાસ આવા એક્સપો થકી નેટવર્ક બનાવી શકે છે અને એ નેટવર્કિંગ જ આપણને વ્યાપારી સંબંધોમાં આપણને વધુ આગળ લઇ જશે.એક્ઝિબિશનમાં અમારી અપેક્ષા કરતા વધુ સારી પ્રોડક્ટ : કુવૈતના બાયર્સઆ એક્ઝિબિશનમાં પધારેલા કુવૈતના અલઘનાનમ ઈન્ટરનેશનલ યુનાઇટેડ કંપનીના ચીફ સેલ્સ ઓફિસર મુસ્તુફા ફારૂકે જણાવ્યું કે આ એક્ઝિબિશનમાં અમારી અપેક્ષા કરતા વધુ સારી પ્રોડક્ટ જોવા મળી રહી છે. ભવિષ્યમાં આવા એક્સપો થતા રહે તેવી આશા છે જેથી અમે તેની વિઝિટ કરી સારી પ્રોડક્ટ મેળવતા રહીએ.