મોરબી : મોરબીના નાની વાવડી ખાતે ભગવતી પરા સોસાયટી ખાતે આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે આજે તા. 12-4-2025ના રોજ હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે પાથ યજ્ઞ કરવામાં આવ્યો. તેમજ બપોરના 12 કલાકે મધ્યાહન આરતી, સાંજે 6:45 કલાકે મહા આરતી અને રાત્રે 6:30 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ રાત્રીના 8 કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન પણ કરાયું છે. જેમાં વાચક લાલા મારાજ અને સંદીપ મારાજ (ખેવરિયાવાળા) દ્વારા પાઠનું રસપાન કરાવાશે.