ટંકારા : વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતી નિમિત્તે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ- ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના સર્કિટ હાઉસ સામે લતીપર રોડ પર ડો, બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે બપોરે 12-30 થી 2-30 વાગ્યા સુધી આ નિદાન કેમ્પ યોજાશે. આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ અને નામાંકિત ગોકુલ હોસ્પિટલની તબીબ ટીમ હાજર રહેશે. કેમ્પમાં નામ લખાવવા માટે મો.નં. 8720074200 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને જણાવાયું છે.