મોરબી : આજ રોજ 12 એપ્રિલે સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા સંત વેલનાથ બાપુની શોભાયાત્રા કાઢવામાં આવી છે. સવારે 8 વાગ્યે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. જડેશ્વર મંદિરથી શોભાયાત્રા સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, બજાર લાઈન, નેહરુ ગેઈટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ રોડ થી પુલ પર થઈ મોરબીના સામા કાંઠે ત્રાજપર ચાર રસ્તા કુબેર પાસેથી સો ઓરડીમાં આવેલી કોળી સમાજની બોર્ડિંગ ખાતે બપોરે 12:30 કલાકે પૂર્ણ થશે. શોભાયાત્રા સભા સંબોધન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં વિવિધ શણગારેલા રથ પણ જોડાયા છે. ડી.જેના તાલે લોકો ઝુમ્યા હતા. પૂર્વ ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે, આજે વેલનાથ દાદાની પુણ્યતિથિ પ્રસંગે આજે મોરબી શહેરમાં મોરબી જિલ્લા, માળિયા (મિયાણા), ટંકાર, હળવદ અને વાંકાનેરના સમસ્ત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા આજે શોભાયાત્રા કાઢવામાં આવી છે. કોળી સમાજની એકતા અને સંગઠનના દર્શન થાય અને વેલનાથ દાદાની જયંતીની ઉજવણી થાય તે માટે આ શોભાયાત્રા નીકળી છે.