પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા એક આરોપી ફરારમોરબી : મોરબી શહેર અને તાલુકામાં પોલીસે વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ચાલુ રાખી અલગ અલગ ચાર દરોડા પાડયા હતા જેમાં સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે ચાર આરોપીઓને 44 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા અને એક કિસ્સામાં સપ્લાયરનું નામ ખોલાવી ફરાર જાહેર કર્યો હતો.પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર વિસ્તારમાં રહેણાંકમાં દરોડો પાડી આરોપી સંજય ઉર્ફે ડિડો જલારામભાઈ સનુરા નામના શખ્સને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 15360 સાથે ઝડપી લઈ આરોપી સપ્લાયર વનરાજભાઈ ઉર્ફે વનાભાઇ ધાધલ રહે.નાની મોલડી વાળાનું નામ ખોલાવી ફરાર દર્શાવ્યો હતો. બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસી ફાટક પાસેથી આરોપી અનિલ લાલજી પરમાર રહે.હડમતીયા તા.ટંકારા વાળો બાઈક ઉપર વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 700 સાથે ઝડપાઈ જતા 40 હજારના બાઈક સહિત 40,700નો મુદ્દામાલ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પાસેથી આરોપી અશોક ખુશાલભાઈ સાપરા રહે.ધર્મસિદ્ધિ સોસાયટી, જાંબુડિયા ગામ નામના શખ્સને અલગ અલગ બ્રાન્ડની 18 બોટલ દારૂ કિંમત રૂપિયા 11406 સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત બીજા દરોડામાં પોલીસે ઉંચી માંડલ ગામની સીમમાં સિમોલા કારખાના પાસેથી ઉત્તરપ્રદેશના વતની આરોપી સિદ્ધસિંહ હીરાલાલ પાલ રહે.સિમોલા કારખાના વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 673 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.