મોરબી : આવતીકાલે તારીખ 12 એપ્રિલના રોજ સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા સંત વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા સવારે 8 કલાકે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરથી પ્રસ્થાન થશે. જડેશ્વર મંદિરથી શોભાયાત્રા સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, બજાર લાઈન, નેહરુ ગેઈટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ રોડ થી પુલ પર થઈ મોરબીના સામા કાંઠે ત્રાજપર ચાર રસ્તા કુબેર પાસેથી સો ઓરડીમાં આવેલી કોળી સમાજની બોર્ડિંગ ખાતે બપોરે 12:30 કલાકે પૂર્ણ થશે. શોભાયાત્રા સભા સંબોધન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મોરબી જિલ્લા, માળિયા (મિયાણા), ટંકારા, હળવદ અને વાંકાનેરના સર્વે ચુંવાળીયા કોળી સમાજના ભાઈઓ-બહેનોને આ શોભાયાત્રામાં જોડાવવા જય વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિ અને સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.