ચેકીંગ ઝુંબેશમાં 422 વાહનો ચેક કરી રૂ.45,300નો દંડ કરાયોમોરબી : મોરબી શહેર જિલ્લામાં શુક્રવારે સાંજે પોલીસે નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોનું ચેકીંગ કરી કુલ 422 વાહનોનું ચેકીંગ કરી 83 વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી નિયમભંગ કરનાર વાહન ચાલકોને રૂ.45,300નો દંડ ફટકારવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા વાહન અકસ્માત ઘટાડવા તેમજ ટ્રાફિક નિયમોની અમલવારી માટે નેશનલ તેમજ સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો માટે ચેકીંગ ઝુંબેશ શરૂ કરી કુલ 422 વાહનો ચેક કરતા 83 વાહન ચાલકો સામે કેસ કરી નિયમ ભંગ સબબ કુલ રૂપિયા રૂ.45,300નો દંડ ફટકારવામાં આવ્યો હતો.વધુમાં વાહન ચેકીંગ ઝુંબેશમાં નંબર પ્લેટ વગરના 19 વાહન ચાલકો વિરુદ્ધ, તાલપત્રી ન બાંધી હોય તેવા 12 વાહન ચાલકો વિરુદ્ધ, લાયસન્સ ન હોય તેવા 23 વાહન ચાલકો, અડચણ રૂપ વાહન પાર્ક કર્યા હોય તેવા 3 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 19 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.