ટંકારા : આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે તારીખ 11 એપ્રિલ 2025ના રોજ કુલ 45 સગર્ભાનું ગર્ભ સંસ્કાર આર્યસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ગાયનેકોલોજીસ્ટ ડો. હર્ષાબેન મોર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા સગર્ભામાતા, બાળક, પરિવાર અને આવનારી પેઢીને થતાં ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ દરમ્યાન દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગર્ભ સંસ્કાર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવડીયા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન ત્રિવેદી, લજાઈ તલાટી કમમંત્રી અને વહીવટદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગર્ભ સંસ્કાર કાર્યક્રમના દાતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત માન જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લા ના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવવામાં આવ્યું છે.