મોરબી : 100 દિવસ સઘન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબીના લાલપર ગામે મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં મોરબી નિશ્ચય સ્ટાર અને વાંકાનેર ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ જંગમાં મોરબીની નિશ્ચય સ્ટાર ટીમ વિજેતા થઈ હતી.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા ક્ષય અધિકારી અજાણા, જિલ્લા ફાર્માસિસ્ટ પ્રશાંતભાઈ દલસાણીયા, લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHS દીપકભાઈ વ્યાસ તથા જિલ્લા ક્ષય કચેરીના કર્મચારીઓ તથા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી પવનકુમાર તથા લાલપર ગામના સરપંચ રમેશભાઈ વાંસદડીયા અને ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા અને રનર્સ અપ ટીમને તથા વિવિધ ટ્રોફી આપી ખેલાડીઓને સન્માનિત કરાયા હતા.