ગુરૂકુળના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને ઋષિકુમાર દ્વારા સ્મૃતિ ભેટ આપી સ્વાગત કરાયુંટંકારા : ટંકારા નવનિર્માણ ન્યાય મંદિરના લોકાર્પણ પ્રસંગે આવેલા ગુજરાત હાઇકોર્ટેના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવ, મોરબી ડિસ્ટ્રીકટ જજ દિલીપ મહિડા, બાર એસોસીએશનના વકિલ મિત્રો સહિતના ગણમાન્ય મહેમાનો ટંકારામાં મધ્યે આવેલ ભારતના ભિષ્મપિતા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી ખાતે મુલાકાત લીધી હતી. આ દરમ્યાન સૌ પ્રથમ મહાલય ગુરૂકુલ ખાતે યજ્ઞશાળા, પરીસર અને બાદમાં જન્મ ધરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજ ના સ્થાપકની જન્મભૂમિ ખાતે પોતાના કાર્યકાળના અંતિમ ચરણમાં મળેલ લાભને યાદગાર ગણાવી ટંકારા અંગે અનેક વાતો જાણી જણાવી હતી. આ તકે આચાર્ય રામદેવજી બ્રહ્મચારી ભાઈઓ વકિલ મિત્રો સરકારી અધિકારીઓ સામાજીક કાર્યકરો ઉપરાંત ન્યાય મુર્તીને જોવા મેઈન બજારમાં અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.