વાંકાનેર : વાંકાનેરમાં બાળ વિકાસ અધિકારી કચેરીના નિવૃત પટ્ટાવાળા છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી ગ્રેચ્યુટીની રકમ માટે રઝળપાટ કરી રહ્યા છે. અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓની ગ્રેચ્યુટીની રકમ ન મળી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ મામલે ભરતભાઈ જાદવજીભાઈ પ્રજાપતિ જેઓ બાળ વિકાસ યોજના અધિકારી કચેરીના પટ્ટાવાળા હતા. તેઓએ જણાવ્યું કે ૩૦/૦૬/૨૦૨૧ ના રોજથી તેઓ વય મર્યાદાના કારાણે સેવામાંથી નિવૃત થયેલ છે. નિવૃત થયાને સારો એવો સમય એટલે કે ત્રણ વર્ષ થવા આવેલ છે. તેમ છતાં કાયદેસરની ગ્રેચ્યુટીની રકમ તથા તફાવતની રકમનું ચુકવણું કરવામાં આવ્યુ નથી. નામદાર હાઈકોર્ટના ચુકાદા અન્વયે ગ્રેચ્યુટીની રકમ કાયદાની જોગવાઈ મુજબ નીવૃતિના 30 દિવસ બાદ ચૂકતે કરી આપવાની હોય છે .